Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના વેજલપુરમાં ખુલ્લામાં ચાલતું કતલખાનું ઝડપાયું, 3ની ધરપકડ; 6 ફરાર

અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર ગૌવધ રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Admin
AdminUpdated on: 07 May 2026 10:10 PM IST
અમદાવાદના વેજલપુરમાં ખુલ્લામાં ચાલતું કતલખાનું ઝડપાયું, 3ની ધરપકડ; 6 ફરારઅમદાવાદના વેજલપુરમાં ખુલ્લામાં ચાલતું કતલખાનું ઝડપાયું, 3ની ધરપકડ; 6 ફરાર

અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર ગૌવધ રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે દરોડા પાડીને 520 કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ 6 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સોનલ સિનેમા નજીક ખુલ્લા મેદાનમાં ગેરકાયદે ગૌવધનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને બાતમી મળી હતી કે, સોનલ સિનેમા પાછળ નેહા ફ્લેટ્સ નજીકના ખુલ્લા મેદાનમાં ગેરકાયદે કતલખાનું ચાલે છે. 

ત્યારે પોલીસે સર્વેલન્સ સ્ક્વોડની ટીમે પંચ સાક્ષીઓની હાજરીમાં દરોડો પાડ્યો હતો. ઝાડીઓથી ઢંકાયેલા આ વિસ્તારમાં અનેક લોકો પશુવધ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ઘટનાસ્થળેથી મુશ્તાક તાહિરભાઈ મસારીવાલા (28), રઈઝ ઇનાયત હુસેન શેખ (23), મુનાફ મોહમ્મદભાઈ દિવાન (32)ની ધરપકડ કરી છે. આ સિવાય અન્ય છ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે ઝહીરુદ્દીન શેખ, ફરહાન, ઉલ્ફેઝ ઉર્ફે ગટ્ટુ, ઝીશાન ઝહીરુદ્દીન શેખ, કુરેશી મોહમ્મદ સાજિદ ઉર્ફે મરઘી, આરિફ ઉર્ફે ગોલીને વોન્ટેડ જાહેર કર્યા છે.

દરોડા દરમિયાન પોલીસે 1.56 લાખ કિંમતનું અંદાજે 520 કિલો શંકાસ્પદ ગૌમાંસ જપ્ત કર્યું છે. એક વર્ષનું જીવંત સફેદ વાછરડું પણ છોડાવ્યું છે. જેને દોરડાથી બાંધી ચારો અને પાણી વગર કતલ માટે રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે છરીઓ, વજનકાંટો, લાકડાના હાથિયાવાળો પાવડો, એક ઓટો-રિક્શા, નંબર પ્લેટ વગરની કાર, એક મોબાઇલ ફોન સહિત 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ જપ્ત કરાયેલા માંસના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ગેરકાયદેસર કતલખાનાનો માસ્ટરમાઇન્ડ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બા હોવાનું સામે આવ્યું છે. ઝહીરની ભૂતકાળમાં પણ ગૌવંશ કતલ કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન (સુધારા) અધિનિયમ-2017, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ-1960, તથા BPMC Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ સાથે કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.