Get News Alerts

Never miss breaking news updates.

વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી મહિલા પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધ બાંધનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Admin
AdminUpdated on: 07 May 2026 05:49 PM IST
વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી મહિલા પર દુષ્કર્મ, આરોપીની ધરપકડવસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી 2 વર્ષ સુધી મહિલા પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધ બાંધનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, આરોપી દ્વારા બે વર્ષ પહેલાં ફરિયાદી પર હોટેલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સ્પામાં મેનેજર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વસ્ત્રાપુર તળાવ નજીક આવેલી એક હોટેલમાં ફરિયાદીને લઈ જઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ છેલ્લા 2 વર્ષમાં લગ્નની લાલચ આપીને અનેકવાર તેની સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બંને વચ્ચે મૈત્રીકરાર પણ કરવામાં આવ્યો હતો. આ મૈત્રીકરારમાં લગ્ન કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

ત્યારે ફરિયાદને આધારે વસ્ત્રાપુર પોલીસે બી ડિવિઝન ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા 29 વર્ષીય આરોપી કલ્પેશ બૈસાની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.