Get News Alerts

Never miss breaking news updates.

વસ્ત્રાપુરના માનસી ટાવરમાંથી મર્સિડિઝની ચોરી, ઘટના CCTVમાં કેદ

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી ટાવર પાસે લક્ઝરી કાર ચોરીની ઘટના સામે આવી છે. બિલ્ડરની મોંઘીદાટ મર્સિડીઝ બેન્ઝ કાર અજાણ્યા શખ્સોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
Admin
AdminUpdated on: 14 May 2026 09:45 PM IST
વસ્ત્રાપુરના માનસી ટાવરમાંથી મર્સિડિઝની ચોરી, ઘટના CCTVમાં કેદવસ્ત્રાપુરના માનસી ટાવરમાંથી મર્સિડિઝની ચોરી, ઘટના CCTVમાં કેદ

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી ટાવર પાસે લક્ઝરી કાર ચોરીની ઘટના સામે આવી છે. બિલ્ડરની મોંઘીદાટ મર્સિડીઝ બેન્ઝ કાર અજાણ્યા શખ્સોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, કોર્ણાક ટાવરના પાર્કિંગમાંથી કાર ઉઠાવવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને કારને અનલોક કરી સરળતાથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના ઘરનાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આ ઘટનાને લઈને લોકોમાં ચકચાર મચી ગઈ છે.

ચોરી થયેલી કારનો નંબર PY.01.CJ.8314 હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ મર્સિડીઝ બેન્ઝ કાર 2010 મોડલની હતી અને તેની અંદાજિત કિંમત લગભગ ₹9 લાખ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.