Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ સ્ટેટ GST વિભાગના દરોડા, રાજકોટ જતી લક્ઝરીમાંથી 100 કિલો ચાંદી મળી

Ahmedabad GST: અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીતામંદિર બસ સ્ટેશન પરથી રાજકોટ જઈ રહેલી એક લક્ઝરી બસમાં તપાસ દરમિયાન એક વ્યક્તિ પાસેથી આ જથ્થો મળી આવ્યો હતો.
Admin
AdminUpdated on: 17 May 2026 06:20 PM IST
અમદાવાદ સ્ટેટ GST વિભાગના દરોડા, રાજકોટ જતી લક્ઝરીમાંથી 100 કિલો ચાંદી મળીઅમદાવાદ સ્ટેટ GST વિભાગના દરોડા, રાજકોટ જતી લક્ઝરીમાંથી 100 કિલો ચાંદી મળી

Ahmedabad GST: અમદાવાદમાં સ્ટેટ GST વિભાગે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીતામંદિર બસ સ્ટેશન પરથી રાજકોટ જઈ રહેલી એક લક્ઝરી બસમાં તપાસ દરમિયાન એક વ્યક્તિ પાસેથી આ જથ્થો મળી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ચાંદી સંબંધિત કોઇ માન્ય દસ્તાવેજો રજૂ ન થતા સ્ટેટ GST વિભાગે જથ્થો કબજે લીધો હતો. વધુમાં ચોંકાવનારી વાત એ છે કે, અત્યાર સુધી ચાંદીના આ જથ્થા પર કોઇએ ક્લેઇમ પણ કર્યો નથી. હાલ સ્ટેટ GST વિભાગ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને ચાંદી ક્યાંથી લાવવામાં આવી હતી. તેમજ કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.