Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ પ્લેન ક્રેશની જગ્યાએ નવી બનનારી ‘અતુલ્યમ’ હોસ્ટેલમાં કઈ-કઈ સુવિધાઓ મળશે?

Ahmedabad Plane Crash: આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલ-અસારવા નજીક આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસમાં અમદાવાદ પ્લેન ક્રેશથી ‘અતુલ્યમ 1થી 4 બ્લોક’ને થયેલા નુકસાન બદલ ટાટા એરલાઇન્સ પાસેથી રૂ. 53.12 કરોડની માગણી કરી હતી. આ અંગે ટાટા એરલાઇન્સ ટૂંક સમયમાં આરોગ્ય વિભાગને રૂ. 53.12 કરોડની સંપૂર્ણ રકમ ચૂકવશે, તેવી માહિતી રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી હતી.
Admin
AdminUpdated on: 28 May 2026 03:16 PM IST
અમદાવાદ પ્લેન ક્રેશની જગ્યાએ નવી બનનારી ‘અતુલ્યમ’ હોસ્ટેલમાં કઈ-કઈ સુવિધાઓ મળશે?અમદાવાદ પ્લેન ક્રેશની જગ્યાએ નવી બનનારી ‘અતુલ્યમ’ હોસ્ટેલમાં કઈ-કઈ સુવિધાઓ મળશે?

Ahmedabad Plane Crash: આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલ-અસારવા નજીક આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસમાં અમદાવાદ પ્લેન ક્રેશથી ‘અતુલ્યમ 1થી 4 બ્લોક’ને થયેલા નુકસાન બદલ ટાટા એરલાઇન્સ પાસેથી રૂ. 53.12 કરોડની માગણી કરી હતી. આ અંગે ટાટા એરલાઇન્સ ટૂંક સમયમાં આરોગ્ય વિભાગને રૂ. 53.12 કરોડની સંપૂર્ણ રકમ ચૂકવશે, તેવી માહિતી રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી હતી.

આ અંગે વધુ માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલા અમદાવાદ પ્લેન ક્રેશને કારણે આરોગ્ય વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા ‘અતુલ્યમ 1થી 4’ બ્લોક, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સમયે આ હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. પ્લેન ક્રેશ બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ ઇમારતોને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી અને તેને તોડી પાડવાની ફરજ પડી હતી.

અતુલ્યમ હોસ્ટેલનું માળખું

નવા આયોજન કરાયેલા ‘અતુલ્યમ 1થી 7’ PG હોસ્ટેલમાં G+8 માળનું અદ્યતન માળખું હશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 236 સુપર સ્પેશિયલિટી વિવાહિત PG ડોક્ટરો માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. દરેક ફ્લેટ સ્ટુડિયો એપાર્ટમેન્ટ સ્ટાઇલમાં તૈયાર કરવામાં આવશે, જેમાં લિવિંગ રૂમ સાથે જોડાયેલું રસોડું, એક બેડરૂમ અને ટોયલેટની સુવિધા રહેશે. આ ઉપરાંત ફાયર ફાઇટિંગ સિસ્ટમ, R.O. પ્લાન્ટ અને મજબૂત ડ્રેનેજ સિસ્ટમ જેવી સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.

વિદ્યાર્થીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને હોસ્ટેલ કેમ્પસમાં વિશાળ બેસમેન્ટ પાર્કિંગ, અવિવાહિત PG વિદ્યાર્થીઓ માટે અલગ રહેવાની વ્યવસ્થા, આધુનિક મેસ, જિમ, રિક્રિએશન રૂમ તેમજ આકર્ષક લેન્ડસ્કેપિંગની પણ યોજના બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓના રહેઠાણમાં કોઈ મુશ્કેલી ન પડે અને તેમના હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તાત્કાલિક નવી હોસ્ટેલ બનાવવા નિર્ણય કર્યો છે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક બનનારા નવા આધુનિક હોસ્ટેલ અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ-અસારવા નજીક આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસમાં ડોક્ટરો માટે અંદાજિત રૂ. 105 કરોડના ખર્ચે અદ્યતન સુપર સ્પેશિયલિટી મેરિડ PG હોસ્ટેલ બનાવવામાં આવશે. મેડિકલ ક્ષેત્રમાં 48 નવી સુપર સ્પેશિયલિટી સીટો ઉમેરવાના આયોજનને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષમાં કુલ 236 સુપર સ્પેશિયલિટી મેરિડ PG ડોક્ટરો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં 144 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ મેન્ટલ કેમ્પસ - IGP કમ્પાઉન્ડ, મેઘાણીનગર ખાતે નવો સુપર સ્પેશિયલિટી હોસ્ટેલ બ્લોક, આધુનિક કેન્ટીન બ્લોક અને નવું સબ-સ્ટેશન પણ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે પૂરતી જમીન પણ ફાળવી છે. આ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં રૂ. 51.84 કરોડની અંદાજિત રકમ સામે રૂ. 34.65 કરોડના બજેટ પ્રાવધાનને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભવિષ્યમાં પણ આરોગ્ય ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.