Get News Alerts

Never miss breaking news updates.

રાંચરડા ખાતે સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, 20 ફૂટ વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું એક જાણીતા રાંચરડા ગામમાં આવેલ શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર ખાતે 2 એપ્રિલ 2026ના રોજ હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતિ) ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે વિશેષ આકર્ષણરૂપે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જેના દર્શન અને પૂજા સમગ્ર દિવસ દરમિયાન ભક્તો કરી શકશે.
Admin
AdminUpdated on: 02 Apr 2026 11:03 AM IST
રાંચરડા ખાતે સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, 20 ફૂટ વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્રરાંચરડા ખાતે સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, 20 ફૂટ વિશાળ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી

અમદાવાદ: ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું એક જાણીતા રાંચરડા ગામમાં આવેલ શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર ખાતે 2 એપ્રિલ 2026ના રોજ હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતિ) ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે વિશેષ આકર્ષણરૂપે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જેના દર્શન અને પૂજા સમગ્ર દિવસ દરમિયાન ભક્તો કરી શકશે.

આ મંદિરનું લોકાર્પણ 23 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે. હનુમાનજીની દુર્લભ મૂર્તિ છે, જે ભારતનું ચોથું મંદિર છે, જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં પાતાળલોક સાથે રાવણનો ભાઈ અહિરાવણ તેમના પગ નીચે દબાવેલ દર્શાવવામાં આવ્યા છે, રામ-લક્ષ્મણ અને પુત્ર મકરધ્વજ સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ 2000 કિલો વજનની મૂર્તિ દુર્લભ રાજસ્થાની પથ્થરથી નિર્મિત છે.

મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપા નો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે.

બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં 3 રામ રોટી સેવા રથ ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ 500 જરૂરિયાતમાંદો લોકોને સેવા પૂરી પાડે છે. આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.

  • દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.
  • દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું.
  • હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.

મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે તમામ ભક્તોને આ પવિત્ર અવસરે હાજર રહી આશીર્વાદ મેળવવા આમંત્રણ આપ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.