અમદાવાદના નવા CP અનુપમસિંહ ગેહલોત નગરદેવી ભદ્રકાળીના દર્શને પહોંચ્યા



અમદાવાદના નવા CP અનુપમસિંહ ગેહલોત નગરદેવી ભદ્રકાળીના દર્શને પહોંચ્યા



Ahmedabad CP News: અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત જાળવણી સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી અને પ્રાર્થના કરી હતી.
આજે CP તરીકે ચાર્જ સંભાળ્યો
થોડા સમય પહેલાં અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે વિધિવત્ નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે.
શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરી ખાતે ચાર્જ હસ્તાંતરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અનુપમસિંહ ગેહલોત વર્ષ 1997ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. તેમણે અગાઉ સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.
DGP તરીકે જી.એસ. મલિકની નિમણૂક બાદ 25 દિવસથી ખાલી રહેલી અમદાવાદ CPની જગ્યા હવે ભરાઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં યોજાશે.




