વટવામાં બાઇકસવાર ભૂવામાં ખાબક્યો, મનપાની કામગીરી સામે સવાલ



વટવામાં બાઇકસવાર ભૂવામાં ખાબક્યો, મનપાની કામગીરી સામે સવાલ



Ahmedabad News: અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂવા પડવા લાગ્યા છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ રોડ બેસી જવાની ઘટનાઓ બને છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ નજીક એક દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, બીબી તળાવ નજીક આવેલા રોડ પર ભૂવો પડ્યો હતો. ત્યારે રાત્રિના સમયે અચાનક બાઇકસવાર તેમાં ખાબક્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, રોડની હાલત અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ જોવા મળી રહ્યો છે. ઇજાગ્રસ્ત બાઇક સવારની હાલત વિશે વધુ વિગતો હજુ સુધી સામે આવી નથી, પરંતુ તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.




