Get News Alerts

Never miss breaking news updates.

આવતીકાલે નવનિયુક્ત મેયર સહિત પદાધિકારીઓ પૂર્વ ઝોનની મુલાકાતે, મેટ્રોમાં મુસાફરી કરશે

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરીની સમીક્ષા માટે આવતીકાલે તારીખ 27 મે, 2026ના રોજ માનનીય મેયર હિતેશભાઈ બારોટ તથા સાથી પદાધિકારીઓની ટીમ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિકાસ કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે દિશામાં સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
Admin
AdminUpdated on: 26 May 2026 09:40 PM IST
આવતીકાલે નવનિયુક્ત મેયર સહિત પદાધિકારીઓ પૂર્વ ઝોનની મુલાકાતે, મેટ્રોમાં મુસાફરી કરશેઆવતીકાલે નવનિયુક્ત મેયર સહિત પદાધિકારીઓ પૂર્વ ઝોનની મુલાકાતે, મેટ્રોમાં મુસાફરી કરશે

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરીની સમીક્ષા માટે આવતીકાલે તારીખ 27 મે, 2026ના રોજ માનનીય મેયર હિતેશભાઈ બારોટ તથા સાથી પદાધિકારીઓની ટીમ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિકાસ કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે દિશામાં સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સવારે 9:00 કલાકે મેયર હિતેશભાઈ બારોટ તથા સાથી પદાધિકારીઓની ટીમ મેટ્રો નંબર-95, વસ્ત્રાલ આરટીઓ પાસે ખારીકટ કેનાલની કામગીરીના સ્થળની મુલાકાત લેશે તેમજ અહીં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

ત્યારબાદ સવારે 10:00 કલાકે લાલગેબી સર્કલથી આગળ લેક ઇન્ટરલિંકિંગ કામગીરીના સ્થળની મુલાકાત લેવામાં આવશે. શહેરમાં વરસાદી પાણીના સંચાલન અને પર્યાવરણલક્ષી માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે તેમજ સ્થળ પર જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત સવારે 11:00 કલાકે પૂર્વ ઝોન કચેરી, વિરાટનગર ખાતે માનનીય મેયર, સાથી પદાધિકારીઓ, પૂર્વ ઝોનના કાઉન્સિલરો તથા ઇજનેર, હેલ્થ, ગાર્ડન અને એસ્ટેટ સહિત તમામ વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાશે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.