અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026નો ભવ્ય પ્રારંભ



અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026નો ભવ્ય પ્રારંભ



World Yogasan Sports Championship 2026: ગુજરાતની ધરતી પર આજે વૈશ્વિક સ્તરની રમતગમત ઇવેન્ટનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. અમદાવાદમાં પ્રથમ વખત આયોજિત “વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026”નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સમગ્ર સ્ટેડિયમ યોગના મંત્રોથી ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા યોગગુરુ બાબા રામદેવ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરના યોગાસન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેના કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ કેન્દ્ર તરીકે ઓળખાઈ રહ્યું છે. આયોજકો મુજબ, આ સ્પર્ધા યોગને રમત તરીકે વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે અને ભારતીય સંસ્કૃતિને વધુ મજબૂત રીતે વિશ્વ મંચ પર રજૂ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત હવે માત્ર વિકાસનું નહીં પરંતુ વૈશ્વિક રમતગમત અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર બની રહ્યું છે. તેમણે સ્પર્ધકોને ઉત્સાહિત કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઇવેન્ટને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ યોગના વૈશ્વિક મહાકુંભ તરીકે ઊભર્યું છે.




