Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ફાયર વિભાગની મોટી કાર્યવાહી, 8 હોટેલ સીલ મારી

Ahmedabad Hotel: દિલ્હીમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયા છે. શહેરભરની હોટેલોમાં ફાયર સેફટી અને NOCની તપાસ શરૂ કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરતી હોટેલો સામે સીલ મારવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 20 Jun 2026 05:57 PM IST
અમદાવાદમાં ફાયર વિભાગની મોટી કાર્યવાહી, 8 હોટેલ સીલ મારીઅમદાવાદમાં ફાયર વિભાગની મોટી કાર્યવાહી, 8 હોટેલ સીલ મારી

Ahmedabad Hotel: દિલ્હીમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયા છે. શહેરભરની હોટેલોમાં ફાયર સેફટી અને NOCની તપાસ શરૂ કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરતી હોટેલો સામે સીલ મારવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે હોટેલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફાયર સેફટીના નિયમોમાં ખામીઓ અને જરૂરી NOCના અભાવને કારણે આર.કે. હોટેલ, ગ્રીન ફોર્ચ્યુન હોટેલ અને પેસિફિક ઇન હોટેલ સામે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અગાઉ પણ ફાયર વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં આવેલી છ હોટેલો સીલ કરવામાં આવી હતી. હાલ ચાંદખેડા અને જમાલપુર વિસ્તારોમાં પણ હોટેલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હોટેલ મેનેજમેન્ટ તરફથી બિલ્ડિંગ માટે NOC હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હોટેલ માટે અલગ ફાયર NOC ન હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ફાયર વિભાગે સૂચવેલા જરૂરી સાધનો અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ પૂરતી ન હોવાનું જણાયું હતું.

ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે, "સાત દિવસ અગાઉ હોટેલોને નોટિસ આપી સ્ટેરકેસ ખુલ્લા કરવા તેમજ જરૂરી ફાયર સેફટી સાધનો સ્થાપિત કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન ન થતાં અને NOC ન મેળવતાં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે."

તપાસ દરમિયાન એક હોટેલના મેનેજરે રૂમમાં દર્દી હોવાનો દાવો કરીને કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રૂમની તપાસ કરતાં કોઈ દર્દી ન હોવાનું સામે આવતા તંત્રએ વધુ કડક વલણ અપનાવ્યું હતું.

ફાયર વિભાગની તપાસમાં કેટલીક હોટેલોમાં વેન્ટિલેશનનો અભાવ, રૂમોમાં બારીઓના બદલે ફિક્સ ગ્લાસ લગાવવામાં આવ્યા હોવા સહિતની ગંભીર સુરક્ષા ખામીઓ પણ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1. હોટેલ નીલકંઠ (HOTEL NILKANTH)
સરનામું: ૨જો માળ, સૃષ્ટિ આર્કેડ, મોટેરા, ચાંદખેડા (2ND FLOOR, SRUSHTI ARCADE, MOTERA, CHANDKHEDA)
માલિક: કુલદીપસિંહ (Kuldipsinh)

2. હોટેલ ફિલિપ્સ (HOTEL PHILIPS)
સરનામું: ૨જો માળ, સૃષ્ટિ આર્કેડ, મોટેરા, ચાંદખેડા (2ND FLOOR, SRUSHTI ARCADE, MOTERA, CHANDKHEDA)
માલિક: પ્રકાશભાઈ પટેલ (Prakashbhai patel)

3. હોટેલ સનસ્ટાર ઇન (Hotel sunstar Inn)
સરનામું: ૪થો માળ, યુનાઇટેડ સ્ક્વેર, શિવ શક્તિ નગર બસ સ્ટેન્ડની સામે, ચાંદખેડા (4th floor, united square, opposite shiv shakti nagar bus stand, chandkheda)
માલિક: હરીશભાઈ પટેલ (Harishbhai patel)

4. કહાની પ્રોગ્રેસિવ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ (kahani progressive restaurant & banquet)
સરનામું: ૨જો માળ, આસ્થા પ્રોજેક્ટ્સ, સ્નેહ પ્લાઝા, ચાંદખેડા (2ND FLOOR, AASTHA PROJECTS, SNEH PLAZA, CHANDKHEDA)
માલિક: અંકિતભાઈ પંચાલ (Ankitbhai Panchal)

5. હોટલ આરામ ઓર્કિડ
સરનામું:પાલડી મ્યુઝિયમ સામે, પાલડી,અમદાવાદ

6. HOTEL RK  REGENCY
માલિકનું નામઃ જીવરાજભાઈ
સરનામુંઃ શાંતિનિકેતન સોસાયટી એવરોન હોસ્પિટલ ની બાજુમાં નારણપુરા અમદાવાદ

7. HOTEL GREEN FORTUNE 
માલિકનું નામઃ ગૌરાંગ પટેલ 
સરનામુંઃ ત્રીજો માળ, બી ડી પટેલ હાઉસ સરદાર પટેલ કોલોની નારણપુરા અમદાવાદ

8. HOTEL PACIFIC EMPIRE 
સરનામુંઃ રવિ પાટીદાર 
સરનામુંઃ ચોથો માળ બી ડી પટેલ હાઉસ સરદાર પટેલ કોલોની નારણપુરા અમદાવાદ
 

AUTHOR
Admin

Admin

Author details are not available.