ધોળકાના કોઠ ગામેથી ગેરકાયદેસર કફ સીરપના જથ્થા સાથે એકની ધરપકડ



આરોપની તસવીર
ધોળકાના કોઠ ગામેથી ગેરકાયદેસર કફ સીરપના જથ્થા સાથે એકની ધરપકડ



આરોપની તસવીર
Ahmedabad Cough Syrup: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને કોડેઈન યુક્ત કફ સીરપના દુરૂપયોગને કારણે સ્થાનિક યુવાધન પર ગંભીર અસર પડી રહી છે. આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.
ધોળકા તાલુકાની કોઠ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વટામણ ગામના હનુમાન ફળી વિસ્તારમાં આવેલા એક મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલી નશાકારક કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ભરતભાઈ ચંદુભાઈ મકવાણાની ધરપકડ કરી છે, જે આ ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી કોડેઈન યુક્ત કફ સીરપની કુલ 30 બોટલો તેમજ મોબાઇલ ફોન સહિત રૂપિયા 7,940 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને કોઠ પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ ગેરકાયદેસર નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.




