Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, વેજલપુરમાં થયેલી ચોરી મામલે બે મહિલાઓને ઝડપી પાડી

Ahmedabad Police: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વીસ દિવસ પહેલાં ચોરનો બનાવ બન્યો હતો. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે કાર્યવાહી કરી બંને આરોપી મહિલાઓને ઝડપી પાડી છે. આ ઉપરાંત તેમની પાસેથી કુલ 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Admin
AdminUpdated on: 08 May 2026 08:45 PM IST
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, વેજલપુરમાં થયેલી ચોરી મામલે બે મહિલાઓને ઝડપી પાડીઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, વેજલપુરમાં થયેલી ચોરી મામલે બે મહિલાઓને ઝડપી પાડી

Ahmedabad Police: અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વીસ દિવસ પહેલાં ચોરનો બનાવ બન્યો હતો. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે કાર્યવાહી કરી બંને આરોપી મહિલાઓને ઝડપી પાડી છે. આ ઉપરાંત તેમની પાસેથી કુલ 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના વેજલપુર વિસ્તારમાં બે મહિલાઓએ મકાનમાલિકના ઘરે ઘરકામ તરીકે નોકરી મેળવી હતી અને તક મળતાં જ ઘરમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસ અધિકારીની સૂચનાથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને તપાસ સોંપાઈ હતી.

તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે બંને મહિલાઓને ખમાસા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી હતી. આ સાથે જ તેમની પાસે રહેલા 55,000 રોકડા તથા 1.98 લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. પછી બંને આરોપીઓને વેજલપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલી મહિલા આરોપીઓઃ

  1. પરવીનબાનુ સીરાજહુસૈન શેખ
  2. કૌશરબાનુ શાહરુખખાન પઠાણ

રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ

  • સોનાની ડાયમંડવાળી વીંટી - 2
  • એક જોડી કડી જુમ્મરવાળી
  • એક સોનાની વીંટી
  • ચલણી નોટો
AUTHOR
Admin

Admin

Author details are not available.