પેરોલ જમ્પ પર ફરાર લતીફ ગેંગના આરોપીની ઉદયપુરથી ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા



પેરોલ જમ્પ પર ફરાર લતીફ ગેંગના આરોપીની ઉદયપુરથી ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા



Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. જેમાં 1992ના એક મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેવો આરોપી પેરોલ જમ્પ પર ફરાર થઈ ગયો હતો. ત્યારે ઉદયપુરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અજિત રાજીયાન માહિતી આપતા જણાવે છે કે, ‘1992માં રાધિકા જીમખાનામાં ચકચારી હુમલો થયો હતો. જેમાં અંદાજે 9 લોકોના મોત નીપજ્યા હતા. આ પહેલાં એક કેસ સામે આવ્યો હતો, જેમાં પહેલીવાર ઓટોમેટિક વેપન એકે 47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદીની હત્યા કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેનો મુખ્ય આરોપી હતો તસ્લીમ ઉમર શેખ. તેને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘વર્ષ 2019થી આરોપી પેરોલ જમ્પ પર ફરાર હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ભાગતા ફરતા આરોપીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી રીઢો છે. પોલીસથી ખૂબ જ એલર્ટ થઈને રહેતો હતો. ઉદયપુરમાં જઈને તેણે લગ્ન કરી લીધા હતા અને તેની આઇડેન્ટિટી બહાર ન આવે તે માટે નાનો ધંધો કરતો હતો. આ આરોપી અગાઉ સાંસદ વલી ઉલ્લાહના કેસમાં પણ શંકાના ઘેરામાં હતો. હાલ આરોપીની આગળની પૂછપરછ ચાલુ છે.’




