Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ; 3ની ધરપકડ

Ahmedabad Police: અમદાવાદ શહેરમાં મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવામાં આવી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1 દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 05 May 2026 04:22 PM IST
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ; 3ની ધરપકડઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ; 3ની ધરપકડ

Ahmedabad Police: અમદાવાદ શહેરમાં મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવામાં આવી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1 દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1 દ્વારા કાર્યવાહી દરમિયાન કુલ 13 બાઇક જપ્ત કરવામાં આવી છે. જેની બજાર કિંમત 13 લાખ રૂપિયા છે. આ સાથે જ ત્રણ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પોલીસે મોંઘીદાટ બાઇક જપ્ત કરી છે. જેમાં R15, KTM Duke, Pulsar RS200 જેવી મોંઘી બાઇકોનો સમાવેશ થાય છે. સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ઝોન-1ની ટીમે સતર્કતા અને અસરકારક કામગીરી દ્વારા શહેરમાં વધતા વાહન ચોરીના ગુનાઓ પર લગામ લગાવવાનો મહત્વપૂર્ણ સફળ પ્રયાસ કર્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.