અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી કેદી ફરાર, સુરક્ષા સામે સવાલ
Ahmedabad Central Jail: અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોટી બેદરકારી સામે આવી છે. જેલમાં સજા કાપી રહેલો પાકા કામનો કેદી ફરાર થઈ જતા, જેલની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે.

AdminUpdated on: 12 May 2026 05:47 PM IST


અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી કેદી ફરાર, સુરક્ષા સામે સવાલ
Ahmedabad Central Jail: અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોટી બેદરકારી સામે આવી છે. જેલમાં સજા કાપી રહેલો પાકા કામનો કેદી ફરાર થઈ જતા, જેલની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે.

Admin
Updated on: 12 May 2026 05:47 PM IST


Ahmedabad Central Jail: અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોટી બેદરકારી સામે આવી છે. જેલમાં સજા કાપી રહેલો પાકા કામનો કેદી ફરાર થઈ જતા, જેલની સુરક્ષા સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે આરોપીને ઝડપી પાડવા માટે હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સેન્ટ્રલ જેલમાં હત્યા અને પોક્સોના ગુનામાં સજા કાપતો કેદી ફરાર થઈ ગયો છે. આજીવન કેદની સજા કાપી રહેલો માલદે પરમાર નામનો કેદી ફરાર થઈ જતા જેલની સુરક્ષા પર સવાલો ઉઠ્યાં છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ આરોપીને શોધવા માટે દોડતી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે અમદાવાદ સેન્ટ્રલ જેલની કહેવાતી હાઇસિક્યોરિટીના ધજાગરા ઉડી ગયા છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા. ગણતરીમાં માત્ર 32 કેદીઓ મળતા માલદે પરમાર ગાયબ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ જેલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો અને મેન ગેટની બહાર નીકળી જતો જોવા મળ્યો હતો. સુરક્ષાની વાતો વચ્ચે કેદી મેઇન ગેટથી ભાગી ગયો પાકા કામના કેદીઓ જેલમાં વિવિધ જવાબદારીઓ સંભાળતા હોવાથી તેમની અવરજવર સામાન્ય કેદીઓની તુલનાએ વધારે રહેતી હોય છે. જો કે, સુરક્ષા પ્રોટોકોલ મુજબ આવા કેદીઓ પર સતત નજર રાખવાની ફરજ સ્ટાફની રહે છે. તેમ છતાં માલદે પરમાર મેઇન ગેટ સુધી પહોંચી ગયો, તે માત્ર બેદરકારી નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ જેલમાં ચાલતી આંતરિક વ્યવસ્થાને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ કરી છે.
AUTHOR




