બોપલમાં આધેડની હત્યા, શીલજના અવનીશ હાઇટ્સમાંથી મૃતદેહ મળ્યો



બોપલમાં આધેડની હત્યા, શીલજના અવનીશ હાઇટ્સમાંથી મૃતદેહ મળ્યો



Ahmedabad Crime News: શહેરના બોપલ વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શીલજ વિસ્તારના અવનીશ હાઇટ્સમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, શીલજના અવનીશ હાઇટ્સમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ભત્રીજા અને પુત્ર સાથે રહેતા મનીષ ચોકસી નામના આધેડ વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યા છે.
મૃતક મનીષભાઈ ભત્રીજા વ્રજને થોડા દિવસ પહેલાં પોતાની પાસે રહેવા માટે લાવ્યા હતા. દસ દિવસથી વ્રજ મનીષ ચોક્સીના ફ્લેટમાં રહેતો હતો. ત્યારે ભત્રીજો વ્રજ હત્યાના દિવસ બાદ ગુમ થઈ જતા તેના પર પોલીસને આશંકા છે.
ઉલ્લેખનીય છે કે, મૃતકના મોઢાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. મૃતકના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે એફએસએલ અને ડોગ્સ બોર્ડની મદદથી બોપલ પોલીસે હત્યા કેસની તપાસ હાથ ધરી છે.




