Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના બલોલનગર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, બાઇકચાલક નીચે પટકાતા માથું ફાટી ગયું

Ahmedabad Accident: અમદાવાદ શહેરના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
Admin
AdminUpdated on: 15 May 2026 04:29 PM IST
અમદાવાદના બલોલનગર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, બાઇકચાલક નીચે પટકાતા માથું ફાટી ગયુંઅમદાવાદના બલોલનગર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, બાઇકચાલક નીચે પટકાતા માથું ફાટી ગયું

Ahmedabad Accident: અમદાવાદ શહેરના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, મૃતક અતુલ પંચાલ રાતે ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારે અંદાજે 1.30 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અતુલભાઈ બલોલનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. અંદાજે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બાઈક ચાલી રહી હતી.

ત્યારે બાઇક પર કાબુ ગુમાવતા અતુલભાઈ બ્રિજની રેલિંગ સાથે અથડાયા હતા અને ત્યાંથી સીધા નીચે પટકાયા હતા. નીચે પડેલો પથ્થર માથાના ભાગે વાગતા અતુલભાઈનું માથું ફાટી ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. 

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન અતુલ પંચાલ સુંદરવન વિસ્તારમાં રહેવાનું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે એલ ટ્રાફિક ડિવિઝન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ જ અઠવાડિયામાં આવી બીજી ગંભીર ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ બ્રિજ પર પૂરતી સેફ્ટી વ્યવસ્થા નથી. બ્રિજ પર જાળી અને સુરક્ષા બેરિકેડ ન હોવાને કારણે જીવલેણ સ્થિતિ સર્જાઈ રહી છે. લોકોનો આરોપ છે કે, બ્રિજ પરથી સીધા નીચે પટકાવાનો સતત ખતરો રહે છે. તંત્ર દ્વારા માત્ર એક તરફ જ એ પણ એક જાળીનો ટુકડો લગાવવામાં આવ્યો છે. વારંવાર અકસ્માતો થતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. બલોલનગર બ્રિજ હવે લોકો માટે ભયનો બ્રિજ બન્યો છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.