Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના આનંદનગરમાં 48 વર્ષીય મહિલાનો આપઘાત, 8મા માળેથી પડતું મૂક્યું

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં 48 વર્ષીય મહિલાએ બિલ્ડિંગના 8મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Admin
AdminUpdated on: 18 May 2026 06:52 PM IST
અમદાવાદના આનંદનગરમાં 48 વર્ષીય મહિલાનો આપઘાત, 8મા માળેથી પડતું મૂક્યુંઅમદાવાદના આનંદનગરમાં 48 વર્ષીય મહિલાનો આપઘાત, 8મા માળેથી પડતું મૂક્યું

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં 48 વર્ષીય મહિલાએ બિલ્ડિંગના 8મા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, મહિલા શરણમ-7 સોસાયટીમાં રહેતી હતી અને આત્મહત્યા કરવા માટે શુભદર્શન એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી. ત્યારબાદ બિલ્ડિંગના 8મા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાથમિક તપાસ, દરમિયાન મહિલાએ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. સુસાઇડ નોટમાં બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.