IPL ફાઇનલ મેચની તૈયારી, નમો સ્ટેડિયમમાં 3000 પોલીસકર્મીઓ તૈનાત



IPL ફાઇનલ મેચની તૈયારી, નમો સ્ટેડિયમમાં 3000 પોલીસકર્મીઓ તૈનાત



Ahmedabad IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે IPLની ફાઇનલ મેચ યોજાશે. ત્યારે RCB અને GT વચ્ચે રમાનારી આ મેચ જોવા માટે હજારો ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડવાના છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની ફાઈનલ મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે આજે સ્ટેડિયમની મુલાકાત લઈ બંદોબસ્તની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ અને એન્ટ્રી-એગ્ઝિટ પોઈન્ટ પર સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. ફાઈનલ મેચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના વિવિધ વિભાગોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. હજારો ક્રિકેટ પ્રેમીઓની ભીડને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યુ હતુ કે, આવતીકાલે RCB અને GT વચ્ચે ફાઇનલ મેચ છે. તેના માટે પોલીસ તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 3000 પોલીસકર્મીઓ મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક માટે પણ બંદોબસ્ત થઈ ગયો છે. બે મહિનાથી મેચ ચાલી રહી છે. ત્યારે આ વખતે એક નવો ઇનિસિએટિવ લીધો છે કે, દર્શકો માટે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ રાખ્યો છે. આ સિવાય અમદાવાદ શહેરમાં દોડતી મેટ્રો ટ્રેન પણ લેટ સુધી ચાલશે. બાકી તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. 100 ટકા ટિકિટો વેચાઈ જશે. ત્યારે સવા લાખ લોકો આવશે એટલે તે માટે વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે.




