Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ: શ્યામલના શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, વાહનો-દુકાનો-ATM બળી ખાક

શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા શાંગરીલા-2 આર્કેડમાં સોમવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પાર્કિંગ વિસ્તારમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો ભડકે બળીને ખાખ થઈ ગયા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 27 Apr 2026 02:37 PM IST
અમદાવાદ: શ્યામલના શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, વાહનો-દુકાનો-ATM બળી ખાકઅમદાવાદ: શ્યામલના શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, વાહનો-દુકાનો-ATM બળી ખાક

અમદાવાદ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા શાંગરીલા-2 આર્કેડમાં સોમવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પાર્કિંગ વિસ્તારમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો ભડકે બળીને ખાખ થઈ ગયા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી.
આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાની દૃષ્ટિએ સમગ્ર આર્કેડ તેમજ આસપાસના કોમ્પલેક્ષ ખાલી કરાવવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિકને પણ તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ઘટના સમયે આર્કેડમાં આવેલી જિમ અને ઓફિસોમાં ઘણા લોકો હાજર હતા, પરંતુ ફાયર વિભાગ અને બચાવ ટીમની ઝડપી કામગીરીના કારણે તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, જોકે અનેક વાહનો ઉપરાંત દુકાનો અને ATM મશીન પણ આગની લપેટમાં આવી જતા ભારે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ હાલ કુલિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે. ઘટનાસ્થળે 108ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી અને પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.