Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ હિટ એન્ડ રન: નિકોલમાં બીએમડબલ્યુએ રિક્ષાને ઠોકી AMTS સ્ટેન્ડમાં ઘુસી, ડ્રાઈવર ફરાર

અમદાવાદમાં આજે બપોરે હિન્ડ એન રનનો બનાવ બન્યો છે. જેમાં કારે રીક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ હતી. જેના કારણે ચાલકને ગંભીર રીતે ઈજા પહોંચતા નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે કારને સીધી એએમટીએસના બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે કાર ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. આગળની તપાસ હાથ ધરી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Apr 2026 03:45 PM IST
અમદાવાદ હિટ એન્ડ રન: નિકોલમાં બીએમડબલ્યુએ રિક્ષાને ઠોકી AMTS સ્ટેન્ડમાં ઘુસી, ડ્રાઈવર ફરારઅમદાવાદ હિટ એન્ડ રન: નિકોલમાં બીએમડબલ્યુએ રિક્ષાને ઠોકી AMTS સ્ટેન્ડમાં ઘુસી, ડ્રાઈવર ફરાર

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ભક્તિ સર્કલ નજીક સોમવારે બપોરે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. ઝડપી ગતિએ દોડતી બીએમડબલ્યુ કારએ પહેલા ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં રિક્ષા પલટી ખાઈ ગઈ અને ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે કાર સીધી AMTS બસ સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી, જેના કારણે સ્ટેન્ડને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન સ્થળ પર જ છોડી ફરાર થઈ ગયો હતો.

ઘટનામાં ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર કાર મહારાષ્ટ્રમાં નોંધાયેલ છે. એક ટીમ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તનું નિવેદન લેવા મોકલાઈ છે, જ્યારે બીજી ટીમ ફરાર કારચાલકને શોધવા માટે કામગીરી કરી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.