Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં કમોસમી વરસાદનું ઝાપટું, ગાંધીનગરમાં પણ વાતાવરણ બદલાયું

Ahmedabad Rain: દિવસભરના ઉકળાટ બાદ અચાનક રાતે અમદાવાદનો માહોલ બદલાયો હતો. મોડી રાતે અચાનક જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને જોરદાર પવન ફૂંકાયો હતો. ત્યારબાદ શહેરના હાથીજણ અને તેની આસપાસના વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. તો બીજી તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
Admin
AdminUpdated on: 01 Jun 2026 10:29 PM IST
અમદાવાદમાં કમોસમી વરસાદનું ઝાપટું, ગાંધીનગરમાં પણ વાતાવરણ બદલાયુંઅમદાવાદમાં કમોસમી વરસાદનું ઝાપટું, ગાંધીનગરમાં પણ વાતાવરણ બદલાયું

Ahmedabad Rain: દિવસભરના ઉકળાટ બાદ અચાનક રાતે અમદાવાદનો માહોલ બદલાયો હતો. મોડી રાતે અચાનક જ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને જોરદાર પવન ફૂંકાયો હતો. ત્યારબાદ શહેરના હાથીજણ અને તેની આસપાસના વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. તો બીજી તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા મધ્યમ વાવાઝોડાની અસર બનાસકાંઠા, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને પંચમહાલ જિલ્લાઓ માટે પણ 'વૉચ' રાખવાની સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે અને પવનના ઝાપટાં સાથે મધ્યમ વરસાદની ખૂબ સંભાવના છે. આ જિલ્લાઓમાં પણ વાદળોથી જમીન પર વીજળી ત્રાટકવાની 30%થી 60% જેટલી શક્યતા છે.

આ ઉપરાંત પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં વાતાવરણ પ્રમાણમાં શાંત અને હળવું રહેશે. આ વિસ્તારોમાં ફૂંકાનારા પવનની મહત્તમ ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે અને ક્યાંક-ક્યાંક 5 મિલીમીટર પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓમાં વીજળી પડવાની શક્યતા 30%થી પણ ઓછી એટલે કે નહિવત્ જેવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.