Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ, 410 મોબાઈલ પરત સોંપાયા

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાગરિકોને ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન પરત સોંપવા માટે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Admin
AdminUpdated on: 16 Jun 2026 10:36 PM IST
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ, 410 મોબાઈલ પરત સોંપાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ, 410 મોબાઈલ પરત સોંપાયા

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાગરિકોને ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન પરત સોંપવા માટે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત કુલ 410 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પરત કરાયેલા મોબાઈલની અંદાજિત કિંમત રૂ. 63 લાખ જેટલી થતી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરીથી 31 મે સુધી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. ટેક્નિકલ પોર્ટલ અને ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગથી ગુમ થયેલા મોબાઈલ શોધવાની પ્રક્રિયા વધુ સરળ બની હોવાનું જણાવાયું છે. 

ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, તમામ મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા છે અને સંબંધિત નાગરિકોને પરત આપવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, મોબાઈલ ગુમ થાય તો તાત્કાલિક પોલીસ ફરિયાદ અથવા અરજી નોંધાવવી જોઈએ, જેથી શોધખોળ ઝડપી થઈ શકે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.