અમદાવાદમાં CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ, મુસાફરોની સુરક્ષા અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહીના નિર્દેશ

પશ્ચિમ રેલવે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે અમદાવાદ ખાતે CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે મુસાફરોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul Desai
અમદાવાદમાં CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ, મુસાફરોની સુરક્ષા અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહીના નિર્દેશઅમદાવાદમાં CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ, મુસાફરોની સુરક્ષા અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહીના નિર્દેશ

અમદાવાદ: પશ્ચિમ રેલવે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે અમદાવાદ ખાતે CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે મુસાફરોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

કોન્ફરન્સમાં ટ્રેન અને રેલવે સ્ટેશનો પર થતી ચોરી, લૂંટ અને પોકેટમારી જેવી ઘટનાઓને અટકાવવા કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. રેલવે સ્ટેશનો તેમજ ટ્રેનોમાં પોલીસ બંદોબસ્ત અને નિયમિત પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષિત મુસાફરી માટે જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવા જણાવાયું હતું.

ગુનાની ઝડપી ફરિયાદ અને તેના નિરાકરણ માટે e-FIR પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન પરિસરમાં CCTV સર્વેલન્સ અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત તપાસ ક્ષમતા વધારવા માટે ‘સુદર્શન’, ‘ગાંડીવ’ અને NATGRID જેવા આધુનિક ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ ટૂલ્સના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રેલવે માર્ગે થતી નશીલા પદાર્થોની હેરફેર સામે કડક કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયા હતા. શંકાસ્પદ મુસાફરો અને સામાનનું સઘન ચેકિંગ, ડ્રગ્સની સપ્લાય ચેઇનના મૂળ સુધી તપાસ તથા આંતરરાજ્ય ગેંગ્સ સામે સંકલિત સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવા જણાવાયું હતું.

રેલવે પ્રશાસન અને પોલીસ વચ્ચે સંકલન વધારીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા પણ સૂચના અપાઈ હતી.