અમદાવાદમાં જળયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 500થી વધુ કર્મીઓ હાજર રહેશે



અમદાવાદમાં જળયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 500થી વધુ કર્મીઓ હાજર રહેશે



Ahmedabad 149th Rath Yatra: અમદાવાદમાં આગામી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત જળયાત્રા મહોત્સવને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્તનું વિશેષ રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
જળયાત્રા દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. આ માટે તૈનાત થનારા પોલીસ સ્ટાફને બંદોબસ્તની કામગીરી અંગે માર્ગદર્શન આપવા રિહર્સલ યોજાયું હતું.
પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જળયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે.
રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર દ્વારા તમામ સુરક્ષા આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી જળયાત્રા અને રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે.




