અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, પોલીસનું EV બાઇકથી રૂટ પેટ્રોલિંગ



અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, પોલીસનું EV બાઇકથી રૂટ પેટ્રોલિંગ



Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસે આધુનિક EV બાઇક દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા હાથ ધરી છે.
આ પેટ્રોલિંગમાં જેસીપી, ડીસીપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો જોડાયા હતા. અધિકારીઓએ સમગ્ર રથયાત્રા માર્ગનું નિરીક્ષણ કરી સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આધુનિક EV બાઇકની મદદથી પોલીસ સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત વાતાવરણમાં યાત્રાનો લાભ લઈ શકે તે માટે અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી છે. પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમિયાન વિવિધ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી.




