Get News Alerts

Never miss breaking news updates.

ભાજપમાં જોડાયા બાદ રાજુ કપરાડાની હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી

આપમાંથી ભાજપમાં જોડાતા રાજુ કપરાડાએ આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સર્કિટ હાઉસમાં મુલાકાત કરી હતી આ મુલાકાતમાં દરમિયાન ખેડૂતોનો પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓના મહત્ત્વપૂર્ણ ચર્ચા રજુ કરવામાં આવી હતી. તેમને વધુ કહ્યુ કે મને જે ભાજપ મને જે પણ પ્રકારની જવાબદારી આપશે તે હુ નિષ્ઠાપૂર્વક કામ કરીશ.
Admin
AdminUpdated on: 09 Apr 2026 05:25 PM IST
ભાજપમાં જોડાયા બાદ રાજુ કપરાડાની હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીભાજપમાં જોડાયા બાદ રાજુ કપરાડાની હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી
કિસાન આગેવાન રાજુ કપરાડા ભાજપમાં જોડાયા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સર્કિટ હાઉસ ખાતે તેમની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. રાજુ કપરાડાએ જણાવ્યું કે તેઓ આજે ભાજપમાં જોડાયા છે અને હવે પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામગીરી કરશે.

તેમણે વધુમાં કહ્યું કે પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવશે. “હું ચૂંટણી લડવા માટે પાર્ટીમાં જોડાયો નથી, પરંતુ ખેડૂતોના હિત માટે કામ કરવા માટે આ નિર્ણય લીધો છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ સરકાર હંમેશા આફત સમયે ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી આવી છે અને આગળ પણ ખેડૂતોને ન્યાય મળશે.

રાજુ કપરાડાએ જણાવ્યું કે ચોટીલા વિસ્તારમાં મૂળી તાલુકામાં સિંચાઈ માટે પાણી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે અને સરકાર સાથે રહીને આવા પ્રશ્નોના કાયમી ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે ખેડૂતોને તેમના પર ભરોસો છે અને તેઓ આ ભરોસાને જાળવી રાખશે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

રાજુ કપરાડાએ આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેશે અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.