Get News Alerts

Never miss breaking news updates.

જિમ જતી મહિલાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલ કરનાર આરોપી ઝડપાયો

સુરત શહેરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જીમમાં કસરત કરવા આવતી મહિલાને પોતાના પ્રેમજાળમાં ફસાવીને તેના અંગત ફોટા વાઈયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરુ કર્યો હતુ. જ્યારે મહિલાને તેના પતિને સમગ્ર વાતની જાણ કરતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે સબ્બીર અજગર અલીનેને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આી છે.
Admin
AdminUpdated on: 14 Apr 2026 04:48 PM IST
જિમ જતી મહિલાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલ કરનાર આરોપી ઝડપાયોજિમ જતી મહિલાને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલ કરનાર આરોપી ઝડપાયો

સુરત: સુરત શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જિમમાં કસરત કરવા જતી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ચિંતા ઉભી કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી સબ્બીર અજગર અલી મહિલાને પ્રેમના જાળમાં ફસાવી નજીક આવ્યો હતો. મહિલાનો પરિવાર 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ આ સંબંધનો ગેરલાભ લઈ મહિલાના વ્યક્તિગત ફોટા મેળવી લીધા હતા અને બાદમાં તે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરવાની શરૂ કરવામાં આવી હતી.

આરોપીએ મહિલાના પતિ પાસે ફોટા વાયરલ ન કરવા બદલ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેણે મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મહિલાના પતિએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી સબ્બીર અજગર અલીને ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા એસઓજીએ જિમ ટ્રેનરો સાથે બેઠક યોજી આવી ઘટનાઓથી સાવચેત રહેવા સૂચના આપી હતી. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.