વહેલી સવારે સુરતમાં અકસ્માત, બસ મંદિર સાથે અથડાઈ—જાનહાનિ ટળી



વહેલી સવારે સુરતમાં અકસ્માત, બસ મંદિર સાથે અથડાઈ—જાનહાનિ ટળી



સુરત: શહેરના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ખાનગી બસના ચાલકને અચાનક ઝોકું આવી જતાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ કિનારે આવેલા શિવ મંદિરના શેડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મંદિરના શેડ અને બસના આગળના ભાગને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની વિગત મુજબ, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે વહેલી સવારનો સમય હોવાથી મંદિરમાં ભક્તો પૂજા-અર્ચના કરી રહ્યા હતા. અચાનક થયેલા જોરદાર અવાજને કારણે ભક્તોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા મંદિરની બહાર દોડી આવ્યા હતા. બસ મંદિરના શેડ સાથે અથડાતા મોટું નુકસાન થયું હતું, પરંતુ અંદર રહેલા તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવરની બેદરકારી અથવા ઊંઘનું ઝોકું અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.




