Get News Alerts

Never miss breaking news updates.

અબુધાબીના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો

Abu dhabi Nuclear Power Plant Attack: સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યાં બારાકાહ-ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે એક ઇલેક્ટ્રિકલ જનરેટર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી આગ લાગી હતી. આ ઘટના અલ-ધફરા વિસ્તારમાં બની હતી. જો કે, સારી વાત એ છે કે, કોઈપણ આ હુમલામાં ઘાયલ થયું નથી અને ન્યૂક્લિયર રેડિએશનનો કોઈ ખતરો નથી.
Admin
AdminUpdated on: 17 May 2026 05:18 PM IST
અબુધાબીના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલોઅબુધાબીના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો

Abu dhabi Nuclear Power Plant Attack: સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યાં બારાકાહ-ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે એક ઇલેક્ટ્રિકલ જનરેટર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી આગ લાગી હતી. આ ઘટના અલ-ધફરા વિસ્તારમાં બની હતી. જો કે, સારી વાત એ છે કે, કોઈપણ આ હુમલામાં ઘાયલ થયું નથી અને ન્યૂક્લિયર રેડિએશનનો કોઈ ખતરો નથી.

તંત્રએ આ મામલે કહ્યુ કે, આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. જો કે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ પ્રકારની ઘટનાએ ક્ષેત્રીય સુરક્ષા ચિંતાઓમાં વધારો કર્યો છે. બરાકાહ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ UAEનો એકમાત્ર ન્યૂક્લિયર પ્લાન્ટ છે અને દેશની ઊર્જા સુરક્ષા માટે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અબુધાબીની મીડિયા ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપી છે કે, આ ઘટનામાં કોઈપણ માણસ ઘાયલ નથી થયો. આ સાથે જ રેડિએશનનો કોઈ ખતરો નથી. રેડિએશન સેફ્ટી લેવલ્સ ખૂબ નોર્મલ છે. બહાર જનરેટરમાં આગ લાગી હતી ત્યારબાદ તેના પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ
આ ઘટના પછી તાત્કાલિક સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. જો કે, UAE તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ દેશ કે સંગઠનનું સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી.

પશ્ચિમ એશિયામાં તણાવ ફરી વધ્યો
અમેરિકા અને ઇરાન વચ્ચે સીઝફાયર હાલ ચાલુ છે, પરંતુ સ્થિતિ નાજુક છે. એવામાં ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો થતાં ફરી એકવાર આ વિસ્તારમાં તણાવ વધી શકે છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.