AMCના પેટ રજિસ્ટ્રેશન અભિયાનને સારો પ્રતિસાદ, 19,746 ડોગ અને 189 પેટ કેટનું નોંધણીકરણ

અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) સી.એન.સી.ડી. વિભાગ દ્વારા પાલતુ પ્રાણીઓના વ્યવસ્થિત સંચાલન, રેબીઝ નિયંત્રણ અને જવાબદાર પેટ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન અભિયાનને શહેરમાં નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં 17,380 પેટ ઓનર્સ દ્વારા કુલ 19,746 પેટ ડોગ અને 149 પેટ ઓનર્સ દ્વારા 189 પેટ કેટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
Rahul Desai
Rahul Desai
AMCના પેટ રજિસ્ટ્રેશન અભિયાનને સારો પ્રતિસાદ, 19,746 ડોગ અને 189 પેટ કેટનું નોંધણીકરણAMCના પેટ રજિસ્ટ્રેશન અભિયાનને સારો પ્રતિસાદ, 19,746 ડોગ અને 189 પેટ કેટનું નોંધણીકરણ

અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) સી.એન.સી.ડી. વિભાગ દ્વારા પાલતુ પ્રાણીઓના વ્યવસ્થિત સંચાલન, રેબીઝ નિયંત્રણ અને જવાબદાર પેટ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપવા શરૂ કરાયેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન અભિયાનને શહેરમાં નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં 17,380 પેટ ઓનર્સ દ્વારા કુલ 19,746 પેટ ડોગ અને 149 પેટ ઓનર્સ દ્વારા 189 પેટ કેટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

AMC દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશો, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અને Animal Birth Control Rules–2023 સહિતની માર્ગદર્શિકા મુજબ પાલતુ ડોગ અને કેટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. ભારતમાં પ્રથમ વખત AMC દ્વારા પેટ કેટના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધી 72 નેટિવ અને 117 અન્ય બ્રીડની બિલાડીઓનું નોંધણીકરણ થયું છે.

પાલતુ ડોગના રજિસ્ટ્રેશનમાં લેબ્રાડોર રિટ્રીવર સૌથી લોકપ્રિય બ્રીડ તરીકે સામે આવી છે, જેના 3,939 ડોગનું રજિસ્ટ્રેશન નોંધાયું છે. ત્યારબાદ જર્મન શેફર્ડ, શિહ ત્ઝુ, ગોલ્ડન રિટ્રીવર, પોમેરેનિયન, બીગલ, સાઇબેરિયન હસ્કી, પગ અને રોટવાઇલર જેવી બ્રીડનો સમાવેશ થાય છે. ઝોન મુજબ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 4,996 ડોગનું નોંધણીકરણ થયું છે.

AMCએ પાલતુ પ્રાણીઓની નોંધણી માટે સંપૂર્ણ ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. જરૂરી દસ્તાવેજો સાથે નાગરિકો AMCની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. નોંધણી અંગે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે તે માટે સોશિયલ મીડિયા, LED ડિસ્પ્લે, રેડિયો, અખબારો, પેટ ક્લિનિક, પેટ શોપ તેમજ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. AMCનું કહેવું છે કે આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરને ‘રેબીઝ ફ્રી અમદાવાદ’ બનાવવાનો તેમજ જવાબદાર પેટ ઓનરશિપને પ્રોત્સાહન આપવાનો છે.