Get News Alerts

Never miss breaking news updates.

આધાર સાથે ચેડાં કરી બેંક ખાતા હેક કરતા AI ગેંગનો પર્દાફાશ

AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આધાર આધારિત ઓળખ ચોરી અને બેંકિંગ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ મુજબ, આરોપીઓએ ગેરકાયદેસર રીતે વ્યક્તિગત માહિતી મેળવી અને CSC સેન્ટર પર UCL કિટનો ઉપયોગ કરીને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર બદલી નાખ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 03:39 PM IST
આધાર સાથે ચેડાં કરી બેંક ખાતા હેક કરતા AI ગેંગનો પર્દાફાશઆધાર સાથે ચેડાં કરી બેંક ખાતા હેક કરતા AI ગેંગનો પર્દાફાશ

અમદાવાદમાં સાયબર ક્રાઇમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આધાર આધારિત ઓળખ ચોરી અને બેંકિંગ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ મુજબ, આરોપીઓએ ગેરકાયદેસર રીતે વ્યક્તિગત માહિતી મેળવી અને CSC સેન્ટર પર UCL કિટનો ઉપયોગ કરીને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર બદલી નાખ્યો હતો. ત્યારબાદ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને DigiLocker જેવી સેવાઓ સાથે સાથે IDFC First Bank, Kotak Mahindra Bank, City Union Bank અને Jio Payments Bankના ખાતાઓમાં પણ ઍક્સેસ મેળવી હતી. મોબાઇલ નંબર બદલાતા OTP સીધા જ આરોપીઓ સુધી પહોંચતા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓમાં દરેકની અલગ ભૂમિકા હતી. એક આરોપી દ્વારા આધાર એનરોલમેન્ટ કિટ સપ્લાય કરવામાં આવતી હતી, જ્યારે બીજો મધ્યસ્થી તરીકે કામ કરતો હતો. ટેક્નિકલ કામ સંભાળનાર આરોપી Google Gemini નો ઉપયોગ કરીને ડીપફેક વિડિયો બનાવતો હતો, જેનાથી ફેશિયલ ઓથન્ટિકેશન સિસ્ટમને પણ ભુલાવવામાં આવતી હતી.

પોલીસ મુજબ, આરોપીઓ સોશિયલ મીડિયા પરથી ફોટા મેળવી AI આધારિત બ્લિંકિંગ વિડિયો તૈયાર કરતા અને તે દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન બાયપાસ કરતા હતા. આ રીતે તેઓ પીડિતોના એકાઉન્ટ પર કબજો મેળવી લોન પણ લઈ લેતા હતા.

આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે થલતેજના એક 36 વર્ષીય વ્યક્તિએ પોતાના ખાતામાં શંકાસ્પદ લોનની પૂછપરછ જોતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.