Get News Alerts

Never miss breaking news updates.

રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર AAPનો પ્રહાર, પ્રવીણ રામની તીખી પ્રતિક્રિયા

રાજુ કરપડાએ આપમાં રાજીનામુ આપ્યા બાદ ને આજે ભાજપમાં ખેસ ધારણ કર્યુ તેના પગલે આપના નેતા પ્રવીણ રામે તીથી પ્રતિક્રિયા આપી છે. તેમને વધુ જણાવ્યુ હતુ કે મારા મિત્રએ આજે કેસરિયા ધારણ કર્યું છે. પરંતુ આમે પહેલાથી ખબર હતી કે ભાજપ જોડે પહેલેથી સોદો થઈ ગયો હતો.
Admin
AdminUpdated on: 09 Apr 2026 04:02 PM IST
રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર AAPનો પ્રહાર, પ્રવીણ રામની તીખી પ્રતિક્રિયારાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર AAPનો પ્રહાર, પ્રવીણ રામની તીખી પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ખેડૂત નેતા રાજુ કરપડાના પગલાં બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની છે. તેમના ભાજપ પ્રવેશને લઈને AAP નેતા પ્રવીણ રામે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પ્રવીણ રામે જણાવ્યું કે “મારા પરમ મિત્રએ આજે કેસરિયો ધારણ કર્યો છે, પરંતુ અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે જેલ દરમિયાન જ ખેડૂતોના આંદોલનનો સોદો થઈ ગયો હતો.”

તેમણે વધુમાં કહ્યું કે રાજુ કરપડાએ અગાઉ ભાજપ વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા, પરંતુ હવે ભાજપમાં જોડાતા જ તે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે. પ્રવીણ રામે દાવો કર્યો કે આ સમગ્ર ઘટનાક્રમથી ગુજરાતના ખેડૂતો સામે હકીકત સ્પષ્ટ થશે અને AAP વિરુદ્ધ કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું સાબિત થશે.

તેમણે આશા વ્યક્ત કરી કે રાજુ કરપડા ભાજપમાં રહીને ખેડૂતોના હિત માટે સચ્ચાઈથી લડત લડશે અને તેમને યોગ્ય ન્યાય અપાવશે. આ મુદ્દાને કારણે રાજ્યમાં રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે અને આવનારા સમયમાં તેની અસર રાજકારણ પર જોવા મળી શકે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.