Get News Alerts

Never miss breaking news updates.

માંજલપુરમાં યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ, પોલીસ અને ફાયર વિભાગે બચાવીને રેસ્ક્યુ કર્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુરના 232 ફાટક પાસે આવેલી માતૃકા રેસીડેન્સીમાં આજે એક યુવાને ૮મી માળેથી ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો.
Admin
AdminUpdated on: 28 Mar 2026 03:44 PM IST
માંજલપુરમાં યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ, પોલીસ અને ફાયર વિભાગે બચાવીને રેસ્ક્યુ કર્યોમાંજલપુરમાં યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ, પોલીસ અને ફાયર વિભાગે બચાવીને રેસ્ક્યુ કર્યો

 

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુરના 232 ફાટક પાસે આવેલી માતૃકા રેસીડેન્સીમાં આજે એક યુવાને ૮મી માળેથી ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો.

મળતી માહિતી મુજબ, માંજલપુર પોલીસ મથકને તાત્કાલિક ઈમરજન્સી કોલ મળતા જ પોલીસ ટીમ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી ગયા. ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલા યુવાનને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો.

પોલીસે બાદમાં આ ઈસમને વધુ પૂછપરછ માટે માંજલપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં તેના નામ આકાશ રોહિતભાઈ પટેલ (ઉમર આશરે 45 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આકાશ રેસીડેન્સી, A/708, 232 ફાટક પાસે રહે છે.

અગમ્ય કારણોસર આકાશ દ્વારા આ પગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં લાગી છે અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા પ્રયત્ન કરી રહી છે.

સ્થાનિક રહેવાસીઓમાં આ બનાવને લઈને ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાય છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.