Get News Alerts

Never miss breaking news updates.

ભાજપ માટે ઝટકો: પ્રભાવશાળી યુવા નેતા કોંગ્રેસમાં જોડાયા

વીઠ્ઠલ સોનગરા, સતવારા સમાજના ભામાશા ગણાતા વલ્લભભાઈ સોનગરાના દીકરા છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે. તેમના કોંગ્રેસ પ્રવેશથી સતવારા સમાજમાં પણ પક્ષની પકડ મજબૂત બનશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Admin
AdminUpdated on: 09 Apr 2026 04:09 PM IST
ભાજપ માટે ઝટકો: પ્રભાવશાળી યુવા નેતા કોંગ્રેસમાં જોડાયાભાજપ માટે ઝટકો: પ્રભાવશાળી યુવા નેતા કોંગ્રેસમાં જોડાયા

ભાજપના ગઢ માનાતા વિસ્તારમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ભાટિયા વિસ્તારમાંથી સતવારા સમાજના યુવા આગેવાન વીઠ્ઠલ સોનગરા કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા છે. વીઠ્ઠલ સોનગરા હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે, જેથી તેમના જોડાવાને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

વીઠ્ઠલ સોનગરા, સતવારા સમાજના ભામાશા ગણાતા વલ્લભભાઈ સોનગરાના દીકરા છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે. તેમના કોંગ્રેસ પ્રવેશથી સતવારા સમાજમાં પણ પક્ષની પકડ મજબૂત બનશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ જોડાણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના ગઢમાં આ ઘટનાને લઈને રાજકીય ચકચાર મચી ગઈ છે અને આવનારા સમયમાં તેની અસર જોવા મળી શકે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.