સુરતમાં લગ્નના એક જ વર્ષમાં નવપરિણીત દંપતીએ જીવન ટૂંકાવ્યું.



સુરતમાં લગ્નના એક જ વર્ષમાં નવપરિણીત દંપતીએ જીવન ટૂંકાવ્યું.



સુરત: સુરતમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં એક ચોકવનારો બનાવો સામે આવ્યો છે. રાજપૂત ફળિયામાં રહેતા 24 વર્ષના ભાવેશ ચુડાસમા અને 23 વર્ષની તેજલ ચુડાસમાં અગમ્ય કારણોસર પોતાના જ ધરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ નવપરિણીત દંપતીના લગ્ન એક વર્ષ પહેલા સમાજના રીતિ રિવાજ પ્રમાણે ધામધૂમથી થયા હતા. આ બંન્ને દંપતિએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
પોલીસન પાસેથી માહિતી આપતા કહ્યુ કે આ ઘટના પત્ની તેજલબેન રૂમમાં કપડા ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂફ સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાધો હતો. જ્યારે પતિ ભાવેશભાઈએ તે જ રૂમમાં રીસિલંગ ફેનના હૂક સાથે નાયલોનની દોરી બાંધીની જીવન ટૂંકાવ્યુ હતુ. એક જ સમયે બંન્ને લાશ લટકતી જોતા મળી હતી આ વાતની જાણ તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.
વધુ જાણકારી મુજબ પરિવાર કે પડોશીઓ પુછપરછ કરતા જણાવવા મળ્યુ કે બંન્ને વચ્ચો કોઈપણ મોટા પ્રકારનો ઝઘડો જોવા મળ્યો નહતો. જ્યારે બંન્ને મૃતદેહ પાસેથી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ પણ મળી આવી નથી. જેથી મૃતકના પરિવારે માગ કરી છે કે પતિ પત્ની કેમ આવા પ્રકારનું પગલુ ભર્યુ તેની તપાસ થવી જોઈએ.
પોલીસે બંન્ને પતિ પત્નીનું મૃતદેહ પીએમ ખાતે લઈ જવામાં આવ્યુ છે. પોલીસે આ બનાવ અકસ્માત મોત ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંન્નેના મોબાઈલ ફોન કબજે કર્યા છે. જેમાંથી તેમને આત્મહત્યા કરતા પહેલા કોઈને ફોન કર્યો છે કે નહીં તેની તપાસ હાલ કરી રહી છે.




