Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરામાં અનોખી રંગોળી દ્વારા અસ્મિતાનું પ્રદર્શન

આજે ગુજરાતની સ્થાનના દિવસ છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા ખાતે વિશાળ રંગોળી બનાવીને અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં 20 બાય 20 ફૂટની વિશાળ રંગોળી બનાવવા માટે 17 કલાકારો અને 5 દિવસનો સમય લાગ્યો હતો. રંગોળીમાં ગીરના સિહો તેમજ ગુજરાતીની અનેક વાનગીઓ સાથે નરેન્દ્ર મોદીની છબીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 May 2026 01:05 PM IST
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરામાં અનોખી રંગોળી દ્વારા અસ્મિતાનું પ્રદર્શનગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરામાં અનોખી રંગોળી દ્વારા અસ્મિતાનું પ્રદર્શન

ગુજરાતના 66મા સ્થાપના દિવસના અવસરે વડોદરાના સહજ રંગોળી ગ્રુપે વિશાળ રંગોળી બનાવીને અનોખી ઉજવણી કરી છે.

ઇવા મોલ ખાતે 20 બાય 20 ફૂટની આ રંગોળી 17 કલાકારોએ 5 દિવસની મહેનતથી તૈયાર કરી છે. તેમાં ગુજરાતની પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાને સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે.

રંગોળીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, સરદાર સરોવર ડેમ, મોઢેરાનું સૂર્યમંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ, ગીરના સિંહો તેમજ ગુજરાતી વાનગીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રંગોળી ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ઉજાગર કરતી વિશેષ આકર્ષણ બની છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.