દ્વારકામાં રહેણાક મકાનમાંથી 734 ગ્રામ ગાંજો ઝડપાયો



દ્વારકામાં રહેણાક મકાનમાંથી 734 ગ્રામ ગાંજો ઝડપાયો



દ્વારકા યાત્રાધામ દ્વારકામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ પર લગામ કસવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દ્વારકા પોલીસે બાતમીના આધારે શહેરના કીર્તીસ્તંભ વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સના રહેણાક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
માહિતી મુજબ, દ્વારકા ટાઉન વિસ્તારમાં રહેતા જીતેશભા માણેક (ઉંમર 36) પોતાના ઘરે નશીલા પદાર્થનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તેના મકાનમાં તલાશી લેતા ત્યાંથી 734 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી અંદાજિત રૂ. 36,700ની કિંમતનો ગાંજો તેમજ રૂ. 5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 41,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. તે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવ્યો હતો તેમજ આ કૃત્યમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે નહીં તે અંગે દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




