Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં 6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

સુરત શહેરમાં આવેલા એક સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલો 6 વર્ષનો બાળક ઉપર ર શ્વાને અચાનક હુમલો કરતા તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેના કારણે સોસાયટીમાં અને આસપાસ વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 May 2026 12:28 PM IST
સુરતમાં 6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયોસુરતમાં 6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

AI Image

સુરત : સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. શહેરના પલસાણા વિસ્તારમાં આવેલ તાતીથૈયા ગોકુલધામ સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલા 6 વર્ષના બાળક પર અચાનક બે શ્વાનોએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

માહિતી મુજબ બાળક સોસાયટીની બહાર રમી રહ્યો હતો ત્યારે બે શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો. બાળકની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનના હુમલામાંથી બચાવ્યો હતો.

આ હુમલામાં બાળકને માથા, કાન, છાતી અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ રખડતા શ્વાનના વધતા આતંક સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.