Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ભાડાના ઘરમાં IPL સટ્ટા રમાડતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં ભાડાનું ઘર રાખીને આઈપીએલનો સટ્ટાના આઈડી બનાવીને વેચાણ કરતા આરોપીને પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના જોડેથી 16 મોબાઈલ અને 3 લાખ કરતા વધારેનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે. પોલીસના હાથમાંથી હજુ 3 આરોપીઓ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે.
Admin
AdminUpdated on: 04 Apr 2026 04:40 PM IST
અમદાવાદમાં ભાડાના ઘરમાં IPL સટ્ટા રમાડતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્તઅમદાવાદમાં ભાડાના ઘરમાં IPL સટ્ટા રમાડતા 6 લોકોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે  ભાડાનું ઘર રાખી અલગ અલગ ક્રિકેટ સટ્ટાની આઈડી બનાવીને સટ્ટાના આઈડીનું વેચાણ કરે છે  તેવા ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી. ત્યારે પોલીસે વસ્ત્રાપુર ભાડાના ઘર ઉપર રેડ પાડી ત્યારે પોલીસે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી 16 ફોન, રોકડા 50, 110 રૂપિયા કૂલ 3 લાખ કરતા વધારે રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ આરોપીને ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.3 આરોપીઓ હજુ પોલીસની ધરપકડથી દૂર છે. તેમને પકડવા માટે પોલીસે શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.

અત્યારે આઈપીએલની મેચ ચાલી રહી છે. તેવામાં ક્રાઈમ બ્રાન્ચ કોઈપણ પ્રકારની સટ્ટો ના રમાય તેની દેરખેર રાખવામાં આવી રહી છે. ત્યારે શહેરના ક્રાઈમ બ્રાન્ચ  બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમાં ભાડાનુ ઘર રાખીને બે વ્યક્તિ કપિલ ઉર્ફ ચિરાગ અને અભય ઠક્કર બે વ્યક્તિ ક્રિકેટ સટ્ટાનું આઈડી અલગ અલગ સટ્ટાનું આઈડી  ખરીદીને સટ્ટાનું આઈડી વેચાણ કરે છે. કાલે રમાઈ રહેલી આઈપીએલ મેચ ચેન્નાઈ અને પંજાબ લાઈવ મેચમાં અલગ અલગ ઓન લાઈન સટ્ટો રમાડી રહ્યાની બાતમી મળી હતી.  જેથી ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડવામાં આવી હતી.

ત્યારે પોલીસ 6 આરોપીની ધરપકડ હતા તેમાથી 2 વ્યક્તિ અમદાવાદના અને બાકીના 4 વ્યક્તિ  બનાસકાંઠાના છે  તેમની પાસેથી 16 મોબાઈલ જેમની કિંમત 2, 60, 000 રૂપિયા થાય છે. જ્યારે 50 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે તમામ આરોપી પકડીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જે 6 આરોપીઓની  ધરપકડ કરી છે તેવોના નામ કપિલ, રહે ચાંદલોડિયા, અભય ઠક્કર રહે વસ્ત્રાપુર, યશુકમાર રહે વસ્ત્રાપુર,  મતિ રહે ભાભર, કલ્પેશભાઈ રહે બોડકદેવ, ધ્રુવ વસ્ત્રાપુર ખાતે રહે છે. 

જે પોલીસની ધરપકડથી દૂર છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.