Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ખંડણી કેસમાં વધુ 3 કથિત પત્રકારોની અટકાયત, ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

રાજકોટમાં ખંડણીના ગંભીર આરોપ સાથે જોડાયેલા એક કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ કથિત પત્રકારોની અટકાયત કરતા ચકચાર મચી ગઈ છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો કે ન્યૂઝ પ્રકાશિત કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 May 2026 04:15 PM IST
રાજકોટમાં ખંડણી કેસમાં વધુ 3 કથિત પત્રકારોની અટકાયત, ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીરાજકોટમાં ખંડણી કેસમાં વધુ 3 કથિત પત્રકારોની અટકાયત, ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

રાજકોટ : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખંડણી માંગવાના એક કેસમાં વધુ ત્રણ કથિત પત્રકારોની અટકાયત કરવામાં આવી હોવાનું ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે “ભારત હેડલાઈન” નામના મીડિયા સંસ્થાના માલિક અમિત ઠકર દ્વારા વારંવાર ન્યૂઝ પ્રકાશિત કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી ખંડણી માંગવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસ મુજબ, ફરિયાદી પાસેથી અંદાજે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

તે જ રીતે “રાજકોટ લાઈવ ન્યૂઝ” સાથે જોડાયેલા ભાર્ગવભાઈ નામના વ્યક્તિ દ્વારા પણ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર “ભારત હેલ્પલાઇન”ના માલિક સામે અગાઉ પણ ખંડણી સંબંધિત ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ મામલે પોલીસે જણાવ્યું છે કે તમામ આરોપીઓની ભૂમિકા અને પુરાવાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ તેમના લાઈસન્સ અને પ્રેસ રજિસ્ટ્રેશન રદ કરવા અંગેની પ્રક્રિયા પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.