2027 ODI વર્લ્ડ કપના 12 યજમાન શહેરોની જાહેરાત


2027 ODI વર્લ્ડ કપના 12 યજમાન શહેરોની જાહેરાત


દુબઈ ICCએ 2027 વન-ડે વર્લ્ડ કપ માટે 12 યજમાન શહેરોની સત્તાવાર જાહેરાત કરી છે. ટુર્નામેન્ટ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2027 દરમિયાન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. 24 વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપ ફરી આફ્રિકામાં યોજાશે, જ્યારે નામિબિયા પહેલીવાર કોઈ સિનિયર ICC ટુર્નામેન્ટની યજમાની કરશે.
સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, ડર્બન, ગ્કેબેર્હા, કુગોમ્પો સિટી, કેપટાઉન, પાર્લ અને બ્લોમફોન્ટેન સહિત 8 શહેરોમાં મેચ રમાશે. ઝિમ્બાબ્વેના હરારે, બુલાવાયો અને વિક્ટોરિયા ફોલ્સ તેમજ નામિબિયાની રાજધાની વિન્ડહોક પણ યજમાન શહેરોમાં સામેલ છે.
ફાઇનલ મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ અથવા કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. કુલ 54 મેચમાંથી આશરે 41 મેચ સાઉથ આફ્રિકામાં રમાવાની સંભાવના છે, જ્યારે ઝિમ્બાબ્વેને 7થી 10 અને નામિબિયાને ઓછામાં ઓછી 3 મેચની યજમાની મળશે.
ખાસ વાત એ છે કે વિક્ટોરિયા ફોલ્સ પહેલીવાર વર્લ્ડ કપ વેન્યુ બનશે, જ્યાં 10 હજાર દર્શકોની ક્ષમતાવાળું નવું સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. આ પહેલા 2003માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાએ સંયુક્ત રીતે વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું.




