Get News Alerts

Never miss breaking news updates.

સુરતના વેસુમાં લિફ્ટમાં 12 લોકો ફસાયા, 15 મિનિટમાં રેસ્ક્યૂ કરીને બચાવાયા

સુરતના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટમાં લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક બંધ થઈ જતા તેમાં નાના બાળકો સહિત કુલ 12 લોકો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 9 મહિનાનું બાળક પણ લિફ્ટમાં ફસાયું હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 27 Apr 2026 02:43 PM IST
સુરતના વેસુમાં લિફ્ટમાં 12 લોકો ફસાયા, 15 મિનિટમાં રેસ્ક્યૂ કરીને બચાવાયાસુરતના વેસુમાં લિફ્ટમાં 12 લોકો ફસાયા, 15 મિનિટમાં રેસ્ક્યૂ કરીને બચાવાયા

સુરત સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટમાં લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, કોમ્પ્લેક્સની લિફ્ટ અચાનક બંધ થઈ જતા તેમાં નાના બાળકો સહિત કુલ 12 લોકો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 9 મહિનાનું બાળક પણ લિફ્ટમાં ફસાયું હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે તકેદારીપૂર્વક કામ કરતાં માત્ર 15 મિનિટમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

લિફ્ટમાંથી બહાર નીકળતા જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ થોડીવાર માટે કોમ્પ્લેક્સમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.