Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં અસલીના નામે નકલી પ્રોડક્ટ્સનો ભાંડાફોડ, LCBની રેડમાં રૂ. 13.22 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લામાં અસલી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનો ગોરખધંધો ફરી એકવાર સામે આવ્યો છે. જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે પલસાણા તાલુકાના જોળવા GIDC વિસ્તારમાં આવેલી શિવ સાઈ કોમ્પ્લેક્સની એક દુકાન પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વિવિધ જાણીતી કંપનીઓના નામે નકલી ટોયલેટ ક્લીનર, ફર્શ સાફ કરવાના ક્લીનર, શેમ્પુ અને અન્ય ઉત્પાદનોનો જથ્થો ઝડપાયો હતો.
Admin
AdminUpdated on: 06 Jul 2026 10:46 AM IST
સુરતમાં અસલીના નામે નકલી પ્રોડક્ટ્સનો ભાંડાફોડ, LCBની રેડમાં રૂ. 13.22 લાખનો મુદ્દામાલ જપ્તસુરતમાં અસલીના નામે નકલી પ્રોડક્ટ્સનો ભાંડાફોડ, LCBની રેડમાં રૂ. 13.22 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લામાં અસલી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનો ગોરખધંધો ફરી એકવાર સામે આવ્યો છે. જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે પલસાણા તાલુકાના જોળવા GIDC વિસ્તારમાં આવેલી શિવ સાઈ કોમ્પ્લેક્સની એક દુકાન પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વિવિધ જાણીતી કંપનીઓના નામે નકલી ટોયલેટ ક્લીનર, ફર્શ સાફ કરવાના ક્લીનર, શેમ્પુ અને અન્ય ઉત્પાદનોનો જથ્થો ઝડપાયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી વિવેક ફળદુ દ્વારા હિંદુસ્તાન યુનિલીવર, રેકિટ બેન્કિઝર અને ઇમામી લિમિટેડ જેવી જાણીતી કંપનીઓના સ્ટિકર લગાવી નકલી ઉત્પાદનોને અસલી તરીકે બજારમાં વેચવામાં આવતા હતા. દુકાનમાં લાઇઝોલ, હારપીક, ઓલ ઇન વન ફ્લેવર ક્લીનર, સનસિલ્ક શેમ્પુ સહિત અનેક પ્રોડક્ટ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી લાઇઝોલ અને ઓલ ઇન વન ફ્લેવર ક્લીનરના 430 નંગ, હારપીકના 532 નંગ, સનસિલ્ક શેમ્પુના 15 નંગ તેમજ પ્લાસ્ટિક શેમ્પુની 117 બોટલ સહિત કુલ રૂ.13,22,436ના મુદ્દામાલને કબ્જે કર્યો છે.

આરોપી વિવેક ફળદુ પાસે આ ઉત્પાદનોના ઉત્પાદન અથવા વેચાણ માટે જરૂરી પરવાના અને આધાર પુરાવા અંગે પૂછપરછ કરવામાં આવતા તે કોઈપણ દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. જેના આધારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા એલસીબીની આ કાર્યવાહીથી નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ગેરકાયદે વેપાર પર મોટો પ્રહાર થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસે સમગ્ર નેટવર્ક, નકલી માલ ક્યાંથી તૈયાર થતો હતો અને તેની સપ્લાય ક્યાં સુધી થતી હતી તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર મામલે જિલ્લા એલસીબીના પીઆઈ એન. જે. પાંચાણીએ જણાવ્યું હતું કે નકલી બ્રાન્ડેડ ઉત્પાદનોના વેચાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવા ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.