સચિન GIDCમાં દુર્ઘટના: રમતા રમતા નહેરમાં પડી જતા બાળકીનું મોત



AI Image
સચિન GIDCમાં દુર્ઘટના: રમતા રમતા નહેરમાં પડી જતા બાળકીનું મોત



AI Image
સુરત :સુરતમાં સચિન વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં નહેરમાં પડી જતા બાળકીનું મોત થયુ હતુ. આ વાતની જાણ જ્યારે તેના માતા પિતાને થઈ ત્યારે તેવો દુખમાં ગરકાવ થઈ ગયા હતા.
સુરત શહેરમાં આવેલી ઓમ આઈ સોસાયટીમાં રહેતી 5 વર્ષિય માસૂબ બાળકી ઘરમાં રમી રહી હતી. ત્યારે રમતા રમતા સચિન જીઆઈડીસી નહેર બાજુ જતા તે કેનાલમાં પડી ગઈ હતી. આ વાતની જાણ તેના માતા પિતાને થઈ ત્યારે તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને ત્યાના સ્થાનિક લોકોએ બાળકીને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે સારવાર દરમિયાન તેને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ હતુ.
જ્યારે બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા તેના માતા પિતા અને પરિવારના સભ્યોમાં ભારે શોક જોવા મળી રહ્યો હતો.




