Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં સરખેજમાં હિંસક અથડામણ: એકનું મોત ત્રણ ઘાયલ

મૃતકના પરિવારનો ન્યાય માટે કડક સજા માટે આક્રોશ : ગઈકાલે રાત્રે અમદાવાદના સરખેજમાં ઠાકોર વાસમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા. ઘટના અંગે જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ શાંત કરી.
Admin
AdminUpdated on: 18 Mar 2026 12:32 PM IST
અમદાવાદમાં સરખેજમાં હિંસક અથડામણ: એકનું મોત ત્રણ ઘાયલઅમદાવાદમાં સરખેજમાં હિંસક અથડામણ: એકનું મોત ત્રણ ઘાયલ

અમદાવાદમાં ગઈકાલે રાત્રે સરખેજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યક્તિનું મોત અને 3 વ્યક્તિ ઘાયલ થયા હતા. અને આ વાતની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સીસીટીવી દ્વારા સમગ્ર મામલો ચકાસણી કરવામાં આવી રહી છે.  આ ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મૃતક પરિવારને આરોપીઓને કડકથી કડક સજા સજાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ દિવસે દિવસે ખૂની ખેલ ખેલાતો જાય છે. જેમ કે આરોપીઓને કાયદાનો કોઈ ડર ના હોય બસ આવો એક બનાવ બન્યો સરખેજમાં ઠાકોર વાસમાં ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તે અથડામણમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ વ્યક્તિ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બનતા તાત્કાલિક સ્થાનિકોએ 108ને ફોન કર્યો હતો. અને ત્રણ વ્યક્તિને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેવામાં એક વ્યક્તિ ઘટના સ્થળ પર જ મોત થયું હતુ. એને બાકીને બે લોકોને હોસ્પિટલ સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. અને આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યા  કાલે રાત્રે સરખેજમાં આવેલા ઠાકોર વાસમાં ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેવામાં એક વ્યક્તિની ઘટના સ્થળ પર મોત થયુ હતુ. બાકીના લોકો ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલો સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને આરોપીને પકડવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના પરિવારને કહેવા પ્રમાણે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.