બંગાળમાં BJPના 5 ધુરંધરોનો કમાલ, મમતાનો અભેદ્ય કિલ્લો તોડવામાં દરેક મોરચે લડ્યાં



ફાઇલ ફોટો
બંગાળમાં BJPના 5 ધુરંધરોનો કમાલ, મમતાનો અભેદ્ય કિલ્લો તોડવામાં દરેક મોરચે લડ્યાં



ફાઇલ ફોટો
West Bengal BJP Wins: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ વખતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી અભેદ્ય રહેલા ગઢના કાંગરા ખરી પડવાની તૈયારીમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ અને સંગઠનની સારી પકડને જીત માટે જવાબદાર ગણવામાં આવી રહી છે. 15 દિવસ સુધી બંગાળમાં રહીને અમિત શાહે ચૂંટણીમાં માત્ર ભાષણો જ નથી આપ્યા, પણ સંગઠનના મિશનને પાર પાડ્યું છે.
અમિત શાહ મોડી રાત સુધી ચાલતી બેઠકોમાં પાર્ટીના નેતાઓને દિશાનિર્દેશ કરતા, રણનીતિ નક્કી કરતા અને આગમી દિવસે તેને ગ્રાઉન્ડ પર લઈ જતા. દિવસે રેલીઓ અને રોડ શોના માધ્યમથી માહોલ બનાવતા અને મોડી રાત સુધી બેઠકો યોજીને સંગઠનની ધાર કાઢતા. પચાસથી વધુ રેલીઓ અને રોડ શોના માધ્યમથી તેમણે કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ભરી દીધી હતી અને મતદારો સુધી સીધો સંદેશ પહોંચાડ્યો હતો.
આ જીત માત્ર રણનીતિનું પરિણામ નથી. અમિત શાહ સાથે પાંચ પ્રમુખ નેતાઓની ટીમે દરેક મોરચો સંભાળીને જીત સુધી પહોંચાડી છે.
ધર્મેન્દ્ર પ્રધાન આ સમગ્ર અભિયાન દરમિયાન મુખ્ય રણનીતિકારની ભૂમિકા નિભાવી હતી. તેમણે વિવિધ સામાજિક અને જાતિય સમૂહો વચ્ચે સંતુલન બનાવીને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મજબૂત કડી બનાવાનું કામ કર્યું હતું. જેનાથી સંશાધનો અને નેતૃત્વનો પ્રભાવી ઉપયોગ થઈ શક્યો
ભૂપેન્દ્ર યાદવે સંગઠનના માઇક્રો મેનેજમેન્ટ પર ફોકસ કર્યું હતું. બૂથ સ્તરે કાર્યકર્તાઓને સક્રિય કરકવાના અને ચૂંટણી પ્રકિયાની કાયદાકીય પ્રકિયાઓને સંભાળવું, તેમની ખાસિયત રહ્યું હતું. તેમણે ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીને મજબૂત કરી છે.
સુનીલ બંસલે સંગઠનની ધાર કાઢવાનું કામ કર્યું છે. પેજ પ્રમુખ મોડલના માધ્યમથી તેમણે કાર્યકર્તાઓનું એવું નેટવર્ક ઊભું કર્યું કે, જેનાથી ટીએમસી કેડર આધારિત ગઢને સીધી ચેતવણી આપી હતી. તમામ નેતાઓની અંદરોઅંદરની લડાઈ પૂરી કરવાનું કામ કર્યું. છેલ્લા 4 વર્ષમાં દરેક સીટનો ફિડબેકના આધારે ઉણપ દૂર કરીને સાથે સાથે ગ્રાઉન્ડ લેવલે મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ મુદ્દાઓને લઈને પાર્ટી કેડરને મેદાનમાં ઉતારી હતી.
બિપ્લવ કુમાર દેવે તેમના અનુભવનો ઉપયોગ કરીને ખાસ કરીને એવા ક્ષેત્રોમાં કામ કર્યું, જ્યાં સામાજિક-સાંસ્કૃતિક સમાનતાઓ ત્રિપુરાને મળતી આવે છે. તેમની આક્રામક પ્રચાર શૈલીએ કાર્યકર્તાઓમાં નવો જુસ્સો ભર્યો હતો.
અમિત માલવીયએ ડિજિટલ મોરચો સંભાળ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે ઘણા દ્દાઓને વાચા આપી હતી અને વિપક્ષના પ્રચારને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. જેનાથી જનમતને પ્રભાવિત કરવામાં મદદ મળી હતી.
આ બધા જ નેતાઓના સામુહિક પ્રયાસને કારણે બીજેપી માટે પશ્ચિમ બંગાળમાં નવી શક્યતાઓના દ્વાર ખૂલ્યા હતા. આ જીત માત્ર ચૂંટણી પરિણામ નથી, એક સુઆયોજિત રણનીતિ, મજબૂત સંગઠન અને નિરંતર પ્રયાસનું પરિણામ બનીને સામે આવી છે, જેણે બંગાળમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી.




