દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પોલ સુધી... પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારમાં કોને કોને મંત્રી પદના શપથ લીધા?



દિલીપ ઘોષથી અગ્નિમિત્રા પોલ સુધી... પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારમાં કોને કોને મંત્રી પદના શપથ લીધા?



West Bengal Ministers List: પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત પછી શનિવારે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રીના પદની શપથ લીધી હતી. સુવેન્દુ અધિકારી સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડૂએ પણ શપથ લીધી હતી. આ રીતે પશ્ચિમ બંગાળની નવી સરકારમાં બ્રાહ્મણ, મહિલા, માતુઆ અને આદિવાસી તમામનો સમાવેશ જોવા મળ્યો છે.
સુવેન્દુ અધિકારી
સુવેન્દુ અધિકારી પહેલા ટીએમસીમાં હતા અને મમતા બેનર્જીના ખૂબ નજીકના ગણાતા હતા. ત્યારબાદ ભાજપમાં સામેલ થયા અને બે વખત મમતા બેનર્જીને તેમના જ ગઢમાં હરાવ્યા હતા અને હવે તેમણે બંગાળમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.
દિલીપ ઘોષ
ત્યારબાદ દિલીપ ઘોષે શપથ લીધી હતી. ઘોષ પશ્ચિમ બંગાળ બીજેપીના કદાવર નેતા રહ્યા છે. તેમણે ખડગપુર સીટ પરથી જીત મેળવી છે અને વિધાનસભા પહોંચ્યા છે. સુવેન્દુ સરકારમાં દિલીપ ઘોષે પણ મંત્રી પદની શપથ લીધી હતી.
અગ્નિમિત્રા પોલ
પછી અગ્નિમિત્રા પોલે શપથ લીધી હતી. અગ્નિમિત્રા પોલ બીજીવાર ધારાસભ્ય બન્યા છે અને બંગાળનો મજબૂત મહિલા ચહેરો ગણાય છે. તેઓ પહેલાં ફેશન ડિઝાઇનર હતા અને ત્યારબાદ રાજનીતિમાં આવ્યા હતા. પોલ વર્ષ 2019માં બીજેપીમાં સામેલ થયા હતા અને તેઓ આસનસોલ દક્ષિણમાંથી ધારાસભ્ય છે.
અશોક કીર્તનિયા
બનગાંવ ઉત્તરમાંથી ધારાસભ્ય અશોક કીર્તનિયાએ પણ મંત્રી પદની શપથ લીધી છે. તેઓ મતુઆ સમુદાયના કલ્યાણ માટે સતત સક્રિય છે અને સતત બે ટર્મથી ધારાસભ્ય રહ્યા છે.
ખુદીરામ ટુડૂ
આ લિસ્ટમાં છેલ્લે જુડા રાનીબાંધથી ધારાસભ્ય ખુદીરામ ટુડૂ જોડાય છે. ખુદીરામ પહેલીવાર જીતીને વિધાનસભા પહોંચ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળના આદિવાસી ચહેરા તરીકે જાણીતા છે. ખુદીરામ સરકારી શાળામાં શિક્ષક છે અને તેમણે પણ મંત્રી પદના શપથ લીધા છે.
નિશીથ પ્રમાણિક
ત્યારબાદ નિશીથ પ્રમાણિક મંચ પર આવે છે. તેમણે પણ મંત્રી પદ સાથે ગોપનીયતાના શપથ લીધા હતા. આમ તો નિશીથ પ્રમાણિક કૂચબિહારથી સાંસદ રહ્યા છે. તેમણે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે. તેમણે ટીએમસીથી રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2019માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. ત્યાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં માથાભાંગા સીટ પરથી મેદાને ઉતર્યા હતા અને જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે.




