Get News Alerts

Never miss breaking news updates.

હરિદ્વાર જતા લોકો માટે મોટી ચેતાવણી, 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ

Uttarakhand Rain Alert: હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડમાં ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પાંચથી સાત જૂન સુધી પર્વતીય વિસ્તારના ઉપરના વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યાં કેટલાક વિસ્તારમાં તોફાન આવે અને વીજળી પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 05 Jun 2026 09:00 PM IST
હરિદ્વાર જતા લોકો માટે મોટી ચેતાવણી, 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટહરિદ્વાર જતા લોકો માટે મોટી ચેતાવણી, 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ

Uttarakhand Rain Alert: હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડમાં ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પાંચથી સાત જૂન સુધી પર્વતીય વિસ્તારના ઉપરના વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યાં કેટલાક વિસ્તારમાં તોફાન આવે અને વીજળી પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ, વીજળી પડવાની અને ભારે પવન ફૂંકાવવાની ચેતવણી આપી છે. દહેરાદૂન, ટીહરી, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, નૈનીતાલ સહિત કેટલાક જિલ્લામાં વીજળી સાથે હિમવર્ષા થવાની આગાહી કરી છે. આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે.

આ સિવાય પૌડી, બાગેશ્વર, પિથૌરાગઢ અને ચંપાવત જિલ્લાઓમાં ભારે વરસાદ, વીજળી સાથે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. રાજ્યના અન્ય પર્વતીય જિલ્લા હરિદ્વાર અને ઉધમસિંહ નગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.